તાપી જિલ્લા પંચાયત પ્રમુખ અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ પણ નિઝર તાલુકાના તેમ છતાં ફાયર સ્ટેશનની સુવિધાનો અભાવ ! |
નિઝર તાલુકાના તાપી ખડકલા ગામે રહેતા ભામટ્યાભાઈ જાહંગુભાઈ પ્રધાનના ઘરે ગત શુક્રવારના રાત્રિના આશરે ૧૧ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આગ લાગી જતાં ભાગદોડ મચી ગઈ હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં મૂકેલો ઘરવખરીનો તમામ સામાન બળી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત શુક્રવારના રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં નિઝર તાલુકાના તાપીખડકલા ગામે ઓફિસ ફળિયામાં રહેતા ભામટ્યાભાઈ જાહંગુભાઈ પ્રધાન ના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જતાં ભાગદોડ મચી ગઈ હતી.ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં આગ ઓલવવા લોકો દોડી આવ્યા હતા.ઘરમાં આગ મોટું સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં મુકેલ ઘરવખરીનો સામાન તમામ સામાન અને લાકડાના બનાવેલા ઘર સહિત એક લાખથી વધુ પ્રમાણમાં નુકશાન થયું હોવાની માહિતી મળી છે .ઘરમાં આગ લાગવાની ધટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.તાપી ખડકલા ગામે રહેતા ભામટ્યાભાઈ જાહંગુભાઈ પ્રધાનના ઘરે આગ લાગવાની ઘટનાની જાણ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સૂરજ વસાવાને થતાં તેમના ઘરની મુલાકાત લીધી હતી. નિઝર તાલુકામાં ફાયર સ્ટેશન ન હોવાને કારણે નિઝર,કુકરમુંડા તાલુકાઓમાં આગના બનાવોમાં મોટા પ્રમાણમાં નુકશાન થતું હોય છે.ત્યારે નિઝર તાલુકામાં ફાયર સ્ટેશન ક્યારે આવશે તે જોવું રહ્યું !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590