સોનગઢના ઓટા ચાર રસ્તા પાસેના ચોકમાં ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ ચેત્ય ભૂમિ ભીકુ સંઘ મુંબઇથી પધારેલા ભંતે સુમેધ બોધી ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સોનગઢમાં છત્રપતિ શિવાજી મહારાજ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા બરોડા સ્ટેટના રાજવી સયાજીરાવ ગાયકવાડ,બરસામુંડ સહિતના મહાનુભાવો ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.પણ ડો.બાબા સાહેબની પ્રતિમા નો અભાવ હતો.આ કામ ધી બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સોનગઢ અને ભારતીય બૌદ્ધ મહાસભા તાપી તથા કેદાર પરિવાર દ્વારા ઉપાડી લેવામાં આવ્યું હતું.ગત ગુરુવારે સોનગઢના ઓટા ચાર રસ્તા પાસે આવેલ ચોકમાં ડો. બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમાનું રંગારંગ કાર્યક્રમો વચ્ચે ભંતે સુમેધ બોધિના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590