મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઇ.સી.ડી.એસ દ્વારા પુર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” ડૉ.આંબેડકર ભવન વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, ૧૮૧ સખી વન સ્ટોપ સેન્ટર અંગેની માહિતી, આરોગ્યની સેવાઓ, બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત વિવિધ માહિતી, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી,ઘરેલુ હિંસા.મહિલા અને બાળ સુરક્ષા,આરોગ્ય સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મેળામાં પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે કિશોરી મેળા નો મુખ્ય હેતુ સમજાવતા કિશોરીઓના સુરક્ષા અને સશક્તિકરણ કરવા વિવિધ સરકારી યોજના વિશે, વિગતવાર ચર્ચા કરી હતી.દહેજ પ્રબંધક અધિકારી ડૉ.મનિષા મુલતાનીએ સ્વાવલંબી અને ઘરેલું હિંસા વિશે માહિતગાર કર્યા હતા તથા તમામ કિશોરીઓને આ યોજના વિશેની માહિતી પોતાના ગામ સુધી પહોચાડવા જણાવ્યું હતું.આયુર્વેદ અધિકારી જયશ્રીબેન દ્વારા આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું. મેળામાં બાળ સુરક્ષા અધિકારી પાયલબેને 18 વર્ષ સુધીના બાળકોના અને તેમાય ખાસ કિશોરીઓની સુરક્ષા વિશે વાત કરી હતી.કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તમામને ભણતર જીવન માટે ખુબ જ ઉપયોગી છે એમ જણાવી કિશોરીઓમાં કારકિર્દી ધ્યેયો હાંસલ કરવા માટેની સમજ કેળવી હતી.આ સાથે મહિલા લાભાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓ અંગે વધુ માહિતી આપી હતી.તથા પુર્ણા યોજના કન્સલ્ટન્ટ સ્મિતાબેન પુર્ણા યોજના વિશે વિગતે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં કિશોરીઓમાં શિક્ષણ, પોષણ, બાળ પ્રતિબંધ, સલામતી અને સુરક્ષા, ઘરેલુ હિંસા.મહિલા અને બાળ સુરક્ષા, આરોગ્ય સહિતના અંગેના મુદ્દાઓ વિશે કિશોરીને સમજણ આપવામાં આવી તથા કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ, વજન અને ઉંચાઈ કરવામાં આવી. જુદા જુદા અનાજ, કઠોળ અને ટી.એચ.આર.માંથી વાનગી બનાવી વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.તથા કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ, વજન અને ઉંચાઈ કરવામાં આવી હતી .જુદા જુદા અનાજ, કઠોળ અને ટી.એચ.આર.માંથી વાનગી બનાવી વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલા અને બાળ વિકાસ શાખાના વહીવટી અધિકારી તથા હસ્તક આઇ.સી.ડી.એસ વિભાગના વર્ક૨ બહેનો,સીડીપીઓઓ તથા અન્ય અધિકારી-કર્મચારીઓ તથા કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590