વ્યારા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે બારડોલી સાંસદ પરભુ વસાવાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર ભાર્ગવી દવે,નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં નેશનલ હાઈવે 53 અંગે એક બેઠક યોજાઇ હતી. જેમાં એન એચ એ આઈ ના અધિકારીઓ તેમજ અરજદારોએ ઉપસ્થિત રહી તેઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત હાઇવે પર આવતા ગામોના રહેવાસીઓ દ્વારા જમીન સંપાદન અંગે હાઇવે બનશે ત્યારે પડનારી તકલીફો બાબતે પોતાની રજૂઆતો કરી હતી. જેમાં ડોલવણના વાંકલા ખાતેના કેટલાક સ્થાનિકોની જમીનો સંપાદનમાં જાય છે તેઓ પૈકી અમુક લોકો દ્વારા હાઇવેને થોડો ડાયવર્ટ કરાય એવી માંગણી કરી હતી જ્યારે અન્ય ખેડૂતો એ જમીન સંપાદન માં જાય છે એનું યોગ્ય વળતર મળે એ અંગે રજૂઆતો કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590