કર્ણાટકના બેલગાવી ખાતે આજરોજ સીધા લાભ ટ્રાન્સફર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ૮ કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 16,800 કરોડની સીધી સહાય કરવામાં આવી છે. તાપી જિલ્લામાં ૯૭,૧૬૦ ખેડૂત કુટુંબોને કિશાન સમ્માનનિધિ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આજદિન તાપી જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખાતામા ૧૩માં હપ્તાના સ્વરૂપે ૧૯.૪૩ કરોડ જમા કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત સાંસદ પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ એ તમામ ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,ખેડૂતો દેશના તારણહાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલ સંકલ્પ “આત્મનિર્ભર ભારત” બનાવવા આપણે સૌ યોગદાન આપીએ એમ ઉમેરી પ્રાકૃતિક ખેતી અપનાવવા આગ્રહ કર્યો હતો.તેમણે બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ સહિત આત્મા પ્રોજેક્ટ અંગેની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.અંતે તેમણે તમામ ખેડૂતોને કિશાન સમ્માન નિધી યોજના અંતર્ગત ૧૩માં હપ્તા મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ.સી.ડી.પંડયા એ બધા મહેમાનોને આવકારી કાર્યક્રમ ની વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી ચેતન ગરાસીયા,નાયબ બાગાયત અધિકારી તુષાર ગામીત,આત્મા પ્રોજેક્ટ ના ડાયરેક્ટર એ.કે.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ,ગ્રામ સેવકો,પ્રગતિશીલ ખેડૂતો અને કેવીકે ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590