તાપી જિલ્લાના સોનગઢ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડો.જયરામ ગામીત,જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા,મહુવા સુગર ફેક્ટરી ડિરેક્ટર માનસિંહ પટેલ,સુ.ડિ.કો.ઓ ડિરેક્ટર નરેશ પટેલ સહિત સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ.બેંક સોનગઢ શાખાના નવનિર્મિત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે સરકારી ક્ષેત્રમાં દરેક માણસે ભાવના સાથે ચાલવું પડે છે.કોઈપણ મંડળી ચલાવવી હોય તો એમાં સહકારની ભાવના ન હોય તો એ ચાલી શકતી નથી. સહકાર,મંડળી અને સરકાર ની સાથે રહીએ તો દરેક ક્ષેત્ર નો વિકાસ થાય.આજે વ્યારા સુગર ફેક્ટરી શરૂ કરવા માટે બજેટમાં પહેલા રૂ.૩૦ કરોડ અને હવે વધુ રૂ.૨૦ કરોડ મળીને કુલ રૂ.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલય ઉભુ કર્યું.આ રાજ્યની ભૂપેન્દ્રભાઈ ની સરકાર ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરી છે.ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્રટા ઉપર ૩૨ હજાર કરોડ જેવી માતબર રકમ ફાળવી છે. દરેક સમાજને સાથે લઈને ચાલતા સુરત-તાપી સુ.ડિ.કો.ઓપ.બેંકના ચેરમેન નરેશભાઈએ તાપી જિલ્લામાં ૨૩ શાખાઓ ચાલુ કરવા બદલ મંત્રી હળપતિએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અંતરિયાળ વિસ્તારમાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. ખેડૂતો અને પશુપાલક સભાસદોને રૂ.૩ લાખ સુધીનું વગર વ્યાજે ધિરાણ આપે છે. આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના મોહિની અને સોનગઢના છેવાડાના મલંગદેવ ઓટા માં નવી શાખાઓ શરૂ કરાશે
ધારાસભ્ય ડો.જયરામ ગામીતે જણાવ્યું હતું કે સભાસદોને સુવિધાસભર બેન્ક નું નિર્માણ થયું છે.ATM અને લોકરની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. સરકારશ્રીની યોજના નો લાભ સુમુલ ડેરી અને બેંક દ્વારા સભાસદોને મળી રહે છે.લોકો સુધી યોજનાના લાભોની વાતો કરવી જોઈએ અને વધુ લોકો લાભ લે તે માટે સૌએ પ્રયાસો કરવા જોઈએ.
બેન્કની સફળતાનો આધાર ગ્રાહકો છે એમ કહેતા મહુવા સુગર ફેકટરીના ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની સબસીડી મળવાની હોય ત્યારે સીધી લાભાર્થીઓના ખાતામાં જાય તેવી વ્યવસ્થા આ સરકારે કરી છે. સહકારી પ્રવૃત્તિ આપણા માટે જીવાદોરી છે. સહકારી પ્રવૃત્તિ ને મજબૂત બનાવવા માટે સરકારના કાયદાનું પાલન કરવું પડે છે.સોનગઢ સુ.ડી.ડિરેકટર જિગ્નેશભાઈ દોણવાલાએ સ્વાગત પ્રવચનમાં કહયું હતું કે ૧૧૪ વર્ષ પહેલા સુ.ડિ.બેંકની સ્થાપના થઈ હતી. જ્યારે સોનગઢ ખાતે ૭૨ વર્ષ પહેલા આ સહકારી બેંન્ક શરૂ કરવામાં આવી હતી.આજે બેંકના સ્થાપના દિને નવા ભવનના લોકાર્પણ આનંદનો દિવસ છે. સુરત-તાપી સુ.ડિ.બેન્કના ચેરમેન નરેશએ જણાવ્યું હતું કે ૩૨૪ જેટલી સહકારી મંડળીઓ પૈકી ૨૦૮ જેટલી કાર્યરત છે.૬૦ જેટલી મંડળીઓ બંધ છે જે પણ સહકારી આગેવાનો પ્રયાસથી શરૂ થાય તે માટે અપેક્ષા વ્યક્ત કરી હતી.લોકાર્પણના આ પ્રસંગે સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઇ ભરવાડ, ડિરેકટર દિલીપભાઈ પાટીલ,એપીએમસી ના અશ્રવિંદભાઈ ,મહામંત્રી મયંક જોષી સહિત મંડળીઓ ના સભાસદો,નગરના અગ્રણીઓ સામાજીક કાર્યકરો, સુ.ડિ.બેંક ના સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590