નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેર ગામે કલેકટર અમિત પ્રકાશ યાદવ ના અધ્યક્ષ સ્થાને રાત્રીસભા યોજાઈ હતી.સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ છેવાડા ના લોકો સુધી પહોંચે તથા ગામના પ્રશ્નો ના સ્થળ પરજ નિરાકરણ થાય તે માટે રાત્રિ સભા યોજવામાં આવે છે.ગ્રામજનોને કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે,જરૂરિયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિત કારી યોજના નો લાભ લેવો જોઈએ .
યોજનાઓની માહિતી આપવા અને ગામના પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ લાવવા સરકાર વતી જિલ્લાના અધિકારીઓ તમારા ગામ આંગણે આવ્યા છીએ.કલેકટર સમક્ષ ગ્રામજનોએ રસ્તાના પ્રશ્નો,વીજળીની સમસ્યા,પુલ બનાવવા,બસની સુવિધા વધારવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.ગામ લોકોના પ્રશ્નોના તત્કાલ નિવારણ લાવવા કલેકટરે સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.પ્રાંત અધિકારી આર.આર.બોરડે રાત્રી સભા નો ઉદ્દેશ્ય સમજાવતા કહ્યું હતું કે,જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ગામડે આવીને ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય અને ગ્રામજનોએ તાલુકા મથક કે જિલ્લા મથક સુધી જવું ન પડે.રાત્રિસભા માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારઓ,કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590