Latest News

ડાંગ દરબાર’ ના મેળા દરમિયાન આહવા એસ.ટી.વિભાગની બદલાયેલી વ્યવસ્થાઓ ,મુસાફર જનતાને સહયોગ સાથે હંગામી વ્યવસ્થાનો લાભ લેવા અનુરોધ

Proud Tapi 01 Mar, 2023 02:21 PM ગુજરાત

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.2 થી 6 માર્ચ દરમિયાન આયોજિત ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળામાં ઉમટતી જનમેદની, રાહદારીઓ, વેપારીઓ વિગેરેની સરળતા તથા સુચારુ વાહન વ્યવહાર અર્થે, આહવાના એસ.ટી.તંત્ર દ્વારા હંગામી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા સાથે સહયોગ આપવા અનુરોધ કરાયો છે. એસ.ટી.તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર તા.2 થી 6 માર્ચ 2023 દરમિયાન આહવા ખાતેના એસ.ટી.ડેપો ઉપરથી મુસાફર જનતાને અવરજવર બંધ રહેશે.
         જેના સ્થાને આહવાના IOC પેટ્રોલ પંપ (ફોરેસ્ટ ઓફિસ) પાસે હંગામી કાર્યરત કરાયેલા પિકઅપ પોઈન્ટ-1 ઉપરથી પિંપરી, વઘઇ, કુશમાલ, ઝાવડા, સાવરખડી, દગુણ્યા, કાલિબેલ, વ્યારા, ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, નવસારી, ધરમપુર, સુરત, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ગોધરા, નડિયાદ, સાણંદ, અંકલેશ્વર તરફ જતી તમામ બસો ઉપડશે. તે જ રીતે સાપુતારા નાકા (નવાપુર રોડ) પિકઅપ પોઈન્ટ-2 ઉપરથી નીલ સાકયા, ગાઢવી, જામલાપાડા, સાવરખડી, હાંડોળ, સોનગઢ, વ્યારા, દેવમોગરા, સુબીર, લવચાલી, ઘાણા, પોળસમાળ, શિંગાણા, બીલીઆંબા, નિશાણા, પીપલદહાડ, પીંપલનેર, બરડીપાડા, ગારખડી, ચિમેર, ગાંધીનગર, નવાપુર, સાકરી, ચિંચવિહીર, ધવલીદોડ, ધૂડા, બોરખલ, ગલકુંડ, લિંગા, શામગહાન, સોનુનીયા, નડગચોંડ, ગડદ, ડોન, કડમાળ, ચિંચલી, તારાબાદ, સુરગાણા, સાપુતારા, વની, સપ્તશૃંગી, નાસિક તરફ જતી તમામ બસો અહીથી ઉપડશે. જેની સંબંધીતોને નોંધ લેવા જણાવ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post