વ્યારા : મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” કાયદાકીય માર્ગદર્શન સેમિનાર અને “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” ડો.આંબેડકર ભવન વ્યારા ખાતે યોજાયો હતો. જેમાં કિશોરીઓ / આંગણવાડી વર્કર / તેડાઘર / આરોગ્ય કર્મચારી અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓની મહિલાઓને લક્ષિત જુથ તરીકે રાખવામાં આવેલ હતા. ડો.મનિષાબેન એ. મુલતાની - દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી અને ઇ.ચા. મહિલા અને બાળ અધિકારી તાપી દ્વારા મહિલા અને બાળ વિકાસવિભાગ દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજના ની જાણકારી આપવામાં આવી અને નિલેશભાઇ પટેલ – ચીફ ડિસ્ટ્રીક્ટ કાઉન્સેલ, ચીફ કોર્ટ, વ્યારા દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનયમ ૨૦૧૩ હેઠળની જોગવાઈઓ ખુજ સરળ અને રસાળ ભાષામાં રજૂ કરી હતી અને મહિલાઓ દ્વારા પણ અંગે રસપૂર્વક ભાગ લેવામાં આવેલ હતો. આ પ્રસંગે સરકારી વિભાગોમાંથી ડો. જયશ્રીબેન ચૌધરી – જિલ્લા આયુર્વેદિક અધિકારી, તન્વીબેન પટેલ – પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા માહિતી અધિકારી, પાયલબેન - બાળ સુરક્ષા એકમ, તાપી, દિપીકાબેન – જિલ્લા કોઓર્ડિનેટર, નારી અદાલત તાપી દ્વારા ભાગ લઇ તેમના વિભાગમાં ચાલતી યોજનાઓ રસ પૂર્વક સમજાવવામાં આવ્યું હતું.આ સાથે સખી વન સ્ટોપ સેંન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓ, પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા મહિલાલક્ષી કાયદામા તેઓની ભૂમિકા અને મદદ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. તેમજ વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૫ મુંજુરી હુકમ રૂ।.૫,૫૦,૦૦૦/- ના વિતરણ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590