તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો ગત રોજ નિઝર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હે.કો.લેબજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે નિઝર તાલુકાના વાંકા ચાર રસ્તા પાસેથી એક કારમાં દારૂ લઇ જવામાં આવનાર હોય,જે બાતમીના આધારે નિઝરના વાંકા ચાર રસ્તા પાસેથી સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો કાર નંબર : જીજે ૦૫ સીડી ૦૯૦૮ માં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ :૧૮૦ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
નિઝરના વાંકા ચાર રસ્તા પાસેથી સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો કારમાં ઇંગ્લિશ દારૂની ૧૮૦ બોટલો સાથે દિનેશ મોહનલાલ બિશ્નોઇ ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઈવર હાલ રહે.બજરંગ લાઇટ હાઉસ ની પાછળ ભરકમોડા,વાપી.,મૂળ રહે.સેડવા તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન) તથા હનુમાન હરલાલ બિશ્નોઇ ઉ.વ.૨૬ હાલ રહે.બજરંગ લાઇટ હાઉસની પાછળ ભરકમોડા, વાપી.મૂળ રહે.દોરીમના પંચાયત ગલીની સામે તા.દોરીમના જી.બાડમેર ને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસો બાતમીના આધારે ઝડપી લઈ, સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો કાર નંબર : જીજે ૦૫ સીડી ૦૯૦૮ જેની કિમત રૂપિયા ૧૫૦૦૦૦/- તેમજ દારૂનીકુલ નંગ : ૧૮૦ બોટલોની કિમત રૂપિયા ૫૧૬૦૦ /- તેમજ બે મોબાઈલ મળી કુલ ૨૦૭૧૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590