નિઝર તાલુકાના સરવાળા ગામની શાળા માંથી ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ ધોરણ દસના વર્ગખંડમાં મુકેલ સરકારી જુના (૧) ACER કંપનીનાCPU નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૮,૦૦૦/- તથા (૨) ACER કંપનીનાLED મોનીટર નંગ-૦૩ જેની કિંમત રૂપિયા ૯,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૭,૦૦૦/- ની કોઇક અજાણ્યો ચોર ઇસમ ધોરણ દસના વર્ગખંડના દરવાજા નો લોક(તાળુ) તોડી વર્ગખંડમાં પ્રવેશ
કરી ચોરી કરી લઇ ગયો હતો.
જે ફરિયાદના પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં તાપી એલસીબી પોલીસ સ્ટાફના એ.એસ.આઈ ગણપતભાઈ અને અ.હે.કો.જગદિશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે ,સરવાળા ગામે રહેતા એક ઈસમ સરવાળા ગામની શાળાની સામે આવેલા જુના મકાનમાં ચોરી કરેલ કોમ્પ્યુટરના સરસામાન સંતાડતો હોવાની બાતમીના આધારે તપાસ કરતાં સરવાળા ગામે આવેલ સરકારી માધ્યમિક પ્રાથમિક શાળા સામે આવેલા જૂના ખુલ્લા મકાન પાસે મકાનમાં અંદર જતાં આરોપી કલ્પેશ ઉર્ફે હરસુ કિશોર પટેલ (ઉ.૨૦ રહે સરવાળા ગામ જુના પ્લોટ ફળિયા તાલુકો નિઝર જિલ્લો.તાપી ) હાજર મળી આવ્યો હતો અને તેના કબજામાં રાખેલ કોમ્પ્યુટરના ૨ LCD મોનિટર તથા એક ડિજિટલ સેટેલાઈટ રીસીવર હોય જે સાધનો બાબતે પૂછપરછ કરતા આશરે દસેક દિવસ પહેલા રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં પોતે સરવાળા સરકારી માધ્યમિક શાળામાં આવેલ ઓફિસના દરવાજાનો તાડો પથ્થર વડે તોડી ઓરડાની અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલ કોમ્પ્યુટરના ૨-LCD મોનિટર તથા CPU તથા ડિજિટલ સેટેલાઈટ રીસીવર તથા એક એક્સ્ટેંશન બોર્ડ લઇ આવેલ હોવાની વિગતો બહાર આવી હતી.જેના આધારે આરોપી કલ્પેશ ઉર્ફે હરસુ કિશોર પટેલની ધરપકડ કરી આશરે ૧૬૭૦૦ નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590