Latest News

વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદ પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને “Millets Festival” યોજાયો

Proud Tapi 03 Mar, 2023 09:45 PM ગુજરાત


માણસ પાસે જીવવા માટે કેટલું પણ ધન હશે પરંતુ માટે પેટની ભૂખ સંતોષવા માટે અનાજના દાણાની જરૂર પડે છે.- સાંસદ પ્રભુભાઇ વસાવા

ભારત સરકાર દ્વારા વર્ષ- ૨૦૨૩ ને International Year of Millets તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે.મીલેટસ પાકોના સ્વાસ્થ્ય વર્ધક મહત્વ બાબતે લોક જાગૃતિ આવે અને વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ થાય તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તે આશયથી તાપી જિલ્લા કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,તાપી દ્વારા “Millets Festival”સાંસદ ૨૩, બારડોલી મતવિસ્તાર  પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો.

મિલેટ ફેસ્ટીવલમાં સૌને સંબોધતા સાંસદ વસાવાએ  જણાવ્યું હતું કે, માણસ પાસે જીવવા માટે કેટલું પણ ધન હશે પરંતુ જીવવા માટે, પેટનો ખાડો પુરવા માટે અનાજના દાણા ની જરૂર પડે છે.અને આ અનાજ ઉત્પાદન કરવા આપણા સન્માનિત ખેડૂતો રાતદિવસ ખેતીમાં પસીનો પાડીને દેશને જીવડાવાનું કામ કરે છે દેશને તારવાનું કામ કરે છે તે બદલ સૌ મહેનતી ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

આજે આપણે મિલેટ યર તરીકે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન  એ ખેડૂતોને જે સન્માન આપ્યું, જે ચિંતા કરી છે એટલા માટે જ આજે ભારત દેશના દરેક જિલ્લા,દરેક ગામડાઓ સુધી ભારત સરકાર દરેક યોજનાઓ રાજ્ય સરકારના સહયોગથી જરૂરિયાત મંદ ખેડૂત સુધી પહોચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.વધુમાં તમામ ખેડૂતો ને ઝેર મુક્ત ખેતી કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતુ કે, આપણા સ્વાસ્થ્ય માટે આપણા ભાવિ પેઢી માટે અને સમાજને તંદુરસ્ત બનાવવા માટે “ આહાર બદલો, તંદુરસ્ત રહો” ના સુત્રને “potaanaa જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે,આવનારા દિવસોમાં જે વિસ્તારમાં અનાજ નું વાવેતર થાય છે તેમાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળે ,યોગ્ય  ભાવ મળે તે માટે તાપી જિલ્લા પ્રસાશન અને ગુજરાત સરકાર તમામ પ્રકારે કટિબદધ્ધ છે. ખેડુતોના ઉત્થાન માટે ખેડૂતોના વિકાસ માટેના તમામ પ્રયત્નો સરકાર કરી રહી છે એમ ઉમેર્યું હતું.

મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરત, વૈજ્ઞાનિક,ડો.બી.કે.દાવડાએ જુવાર પાકની ખેતી પધ્ધતિ  અને તેની અગત્યતા વિશે વિગતે ચર્ચા કરી હતી. વૈજ્ઞાનિક,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  કુલદીપ રાણા એ, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા ઝેર મુક્ત ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યુ હતુ. જ્યારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ના   આસિસ્ટન્ટ મેનેજર પિનલ પટેલે પ્રધાનમંત્રી ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના (PMFME) અંગે માહિતી આપી હતી.
International Year of Millets ઉજવણીના ભાગરુપે તાપી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ દ્વારા મીલેટ દાન્યને લગતા સ્ટોલ પ્રદર્શન તથા ખેતી વિષયક પેમ્પ્લેટ્સ વિતરણ કરવામાં આવ્યા હતા.                                                                                                                                                                                          
 આ પ્રસંગે  જિલ્લા ખેતીવાડી અધિકારી સી.સી.ગરાસીયા દ્વારા  સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું  આભાર દર્શન ડો.સી.ડી.પંડ્યા એ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.                                                                                                                                                                           
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ,ખે.ઉ.સિ.સમિતિ, જિ.પ.તાપીના અધ્યક્ષ કુસુમબેન વસાવા,વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલ, આત્મા પ્રોજેકટના અધિકારી  અલ્કેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન નિતિનભાઇ ગામિત,ખેતીવાડી વિભાગ અને કે.વી.કેના અધીકારીઓ–કર્મચારી,તથા ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post