પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં CSR (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી) ફંડમાંથી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડી અંદાજીત રૂ.૧૦ લાખના ખર્ચે અદ્યત્તન લોકોપયોગી સાધનોનું દાન કરવામાં આવ્યું હતું.
સોનગઢ તાલુકાના બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા CSR ફંડમાંથી આરોગ્યલક્ષી સુવિધાઓ માટે અંદાજીત રૂ.૧૦ લાખના ખર્ચે અદ્યત્તન લોકોપયોગી સાધનોનું દાન કરવામાં આવ્યું હતું.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ મેનેજર સુનિલ ભલ્લાએ જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્યની સારી સવલતો મળી રહે તે માટે CSR કામગીરી કરવાના શુભ આશયથી લેબર બેડ,કાર્ડિયાક મોનીટર,ઈન્વર્ટર, બે રેફ્રિજરેટર, વોશિંગ મશીન,બેડશીટ-ચાદર-પડદા,કોમ્પ્યુટર જેવા આરોગ્યલક્ષી સુવિધાઓ પહોંચાડવા નો અવસર મળ્યો છે ત્યારે આરોગ્ય કેન્દ્રમાં ઈનડોર પેશન્ટ માટે લાભદાયી અને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવાએ અંતરિયાળ વિસ્તારમાં સેવાકીય સુવાસ ફેલાવવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.સાથે કહ્યું હતું કે બંધારપાડા અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનોને મદદરૂપ બની રહેશે. આ સાધનોના લોકાર્પણ થી ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મેડિકેર ના સાધનોના લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય ,સરપંચ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિના સભ્યો ,આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રસાદ,વ્યારા બ્રાન્ચ મેનેજર,એસ.બી.આઈ.મેડિકલ ઓફિસર ડો.મિતુલ શાહ, તાપી જિલ્લા રિપ્રોડક્ટિવ અને ચાઈલ્ડ હેલ્થ ઓફિસર ડો.બીનેશ ગામીત,સોનગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડો.હેતલ સાદડીવાલા,બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.પરિમલ પટેલ,ડો.ઋત્વિક સહિત આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590