ગામ દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે ગ્રામ્ય સ્તરે ખેડૂત શિબિરો અને કિશાન ગોષ્ઠીનું આયોજન
તાજેતરમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અલ્કેશ ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વાલોડ તાલુકાના ધમોદલા ગામે પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમનું આયોજન તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની વિસ્તૃત માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર સરકારની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ હાજર રહી ખેડૂતોને પોતાના અનુભવો વર્ણવી પ્રાકૃતિક ખેતી અંગે મુંઝવણો દુર કરી હતી.
નોંધનિય છે કે, માન.મુખ્યમંત્રીનાં ૧૦૦ દિવસ સંકલ્પ અન્વયે તાપી જિલ્લામાં પંચાયત હસ્તકની વિવિધ યોજનાઓના કામોને ૧૦૦ દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં આત્મા વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા ગામ દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે સહિત વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તાપી જિલ્લાના વિવિધ ગામોમાં આ અંગે ખેડૂત શિબિરો અને કિસાન ગોષ્ઠી નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590