ડાંગ જિલ્લામાં ચાલી રહેલ “સશકત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આજરોજ આહવા ટીમ્બર હોલ ખાતે જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ ચેરમેન સારૂબેન એમ.વળવીના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.
આહવા ખાતે આયોજિત આ મેળામાં 100થી વધુ કિશોરીઓએ અને આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ દ્વારા કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનૂની સલાહ, ઘરેલુ હિંસા, તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ગુજરાત સરકારની 100 ટકા રાજ્ય પુરસ્કૃત કાર્યાન્વિત પુર્ણા યોજના વિશે ખાસ કરીને કિશોરીઓને જાણકારી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. આહવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર, દહેજ પ્રતિબંધક અધિકારી, અભયમ ટીમ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590