રેલવે તંત્ર દ્વારા ટ્રેક અપગ્રેડેશનની મોટાપાયે કામગીરી હાથ ધરાતા સુરતનો ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત
સુરત નજીકના ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા એકાદ મહિનાથી રેલવે ટ્રેક અપગ્રેડેશન ની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન તા. ૫મીના રોજ રવિવારથી સોમવાર સુધી બે દિવસ મુખ્ય રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરવા માટે ૨૪ કલાકનો મેગા બ્લોક જાહેર કરવા સાથે રવિવારે અપ તથા ડાઉન બંને ટ્રેક પર દોડતી ૨૫ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે અને બીજા દિવસે સોમવારે છ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. સુરત પાસેના ઉધના રેલવે સ્ટેશન પાસે ટ્રેકના નવીનીકરણ નું કામ મોટાપાયે શરૂ કરાતા રવિવારથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત થશે અને સોમવાર સુધીના બે દિવસમાં ૩૦ જેટલી ટ્રેનો રદ કરાઈ છે. આ ઉપરાંત ૩૦ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ટ્રેનોમાં રવિવારે સૌથી વધુ ટ્રેન ડાયવર્ટ કરીને દોડાવાશે. જ્યારે ૨૦ ટ્રેનોને અલગ અલગ રેલવે સ્ટેશનો પર થોભાવી દેવાશે. રવિવાર બાદ સોમવારે પણ કેટલીક ટ્રેનો રદ રહેશે. ટ્રેન રદ રહેતા મુસાફરો એ ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590