વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત તા. ૩જી માર્ચે સવારે ૯:00 કલાકે “ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૨૭ ભાઈઓ તેમજ ૦૮ બહેનો મળી કુલ ૩૫ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ દોડ સ્પર્ધાનું આયોજન કોલેજના ગ્રાઉન્ડથી ગર્લ્સ હોસ્ટેલ સુધી અને પરત કોલેજ સુધી આમ કુલ 3 કિલોમીટરનું અંતર રાખવામાં આવ્યું હતું. દોડ સ્પર્ધા નું આયોજન કોલેજના આચાર્ય ડો.ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ દોડ સ્પર્ધા ના નિયમો અંગે કોલેજના પી.ટી.આઇ. સંદીપભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
કોલેજના કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ની ઉપસ્થિતિમાં સ્પર્ધાની શરૂઆત કોલેજના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ સ્પર્ધાનું સમગ્ર આયોજન અને સંચાલન નોડલ ઓફિસર ડો.વિરેન્દ્રભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે ભોયા ભાવેશ અર્જુનભાઈ અને બહેનોમાં ભોયા જયવંતી રાજારામભાઇ એ પ્રાપ્ત કર્યો હતો તેમને ઈનામ સ્વરૂપે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590