ભારતીય જનતા પાર્ટીના એક નેતા સાથે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ભાજપના નેતાને મારી રહી છે. વિડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. મહિલા એ નેતા પર છેડતીનો આરોપ લગાવી માર માર્યો હતો. મહિલા દ્વારા રસ્તા વચ્ચે નેતાને મેથીપાક આપવામાં આવ્યો હતો. મહિલા દ્વારા નેતાની ધોલાઈ નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા કોલર પકડીને નેતાને મારી રહી છે. મહિલા એ નેતા પર પીછો કરવાનો અને ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પુરૂષની બાઇક પણ તોડી રહી છે. આ ઘટના દરમિયાન હાજર રહેલા લોકોએ કહ્યું કે, આ વ્યક્તિએ પોતાને રાષ્ટ્રીય પાર્ટીના નેતા ગણાવ્યા હતા.મહિલા એ નેતા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા એ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ મહિલા તેને મારી રહી છે.મહિલા ચપ્પલથી નેતાની ધોલાઈ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590