હોળી પહેલા રસોઈ ગેસના ભાવમાં વધારાને લઇ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કરતા દાવો કર્યો છે કે ૨૦૨૪માં જાે સત્તામાં આવશે તો ગેસ સિલેન્ડરની કીમત ૫૦૦થી વધુ થવા દઇશું નહીં કોંગ્રેસના પ્રવકતા ગૌરવ વલ્લભે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે મિત્ર કાળમાં મોદી સરકાર બેરહમ થઇ ગઇ છે મોદી સરકાર. રસોઇ ગેસ ૧૧૦૦ તો કર્મશિયલ સિલેન્ડ ૨૧૦૦ને પાર,પોતાના મિત્રો પર ખુબ વરસાવ્યો પ્રેમ અને દેશની જનતા કરે મોંઘવારીથી હાહાકાર. ગૌરવ વલ્લભે કટાક્ષ કરતાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે જનતાને હોળીની બરોબર પહેલા મોંઘવારીની ભેટ આપી છે. વડાપ્રધાન મોદી ઇચ્છતા નથી કે સામાન્ય જનતા હોળી પર પોતાની રસોઇમાં કંઇ નવું ભોજન બનાવે.તે એ પણ ઇચ્છતી નથી કે તે બહારથી ખરીદી લે.તેમણે કહ્યું કે ઘરેલુ સિલેન્ડર પર મોદી સરકાર ૫ ટકા જીએસટી પણ લે છે.જયારે કોમર્શિયલ સિલેન્ડર ઉપર ૧૮ ટકા જીએસટી લે છે.ગૌરવ વલ્લભે કહ્યું કે જો તમે બહારથી મિઠાઇ લેશો તો તે મોંઘી પડશે કારણ કે કોર્મશિયલ સિલેન્ડર પર પણ જીએસટી ૧૮ ટકા છે તો મોદી જી ઇચ્છે છે કે ન તો તમે મીઠાઇ ખાવ અને તો નમકીન ખાવ,ન દુધ પીવો પરંતુ કહો થેંકયુ મોદીજી ગૌરવ વલ્લભે સવાલ કર્યો. કો રસોઇ ગેસનનું સિલેન્ડર ૨૦૧૪માં જે ૫૦૦ની અંદર હતો તે ૧૧૦૦ની પાર કેવી રહી તે ૧૧૦૦ની પાર કેવી રીતે પહોંચી ગયો પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ ટેબલ અનુસાર ૨૦૦૪-૨૦૦૫થી લઇ ૨૦૧૩-૨૦૧૪ની વચ્ચે સિલેન્ડર પર સબસીડી ૨ લાખ ૧૪ હજાર કરોડ ભારત સરકારે(કોંગ્રેસ) આપી. કોંગ્રેસે ૧૦ વર્ષમાં ૨ લાખ ૧૪ હજાર કરોડ સબસીડી એટલા માટે આપી જેથી રસોઈ ગેસના ભાવ ૫૦૦ની બહાર ન જાય ગૌરવે કહ્યું કે તે સમયે જે ગેસ બહારથી અમે મંગાવતા હતા તે દરમિયાન કિંમત આજથી વધુ હતી પરંતુ તેને અમે ૫૦૦ની બહાર જવા દીધા ન હતાં.
જયારે મોદી સરકારે ગત ૯ વર્ષોમાં ૩૬ હજાર ૫૦૦ કરોડ રૂપિયા સબસીડી આપી છે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે જ્યારે સવાલ પૂછવામાં આવે છે તે કહે છે કે સિલેન્ડર લો ગેસ ભરાવો ઉજ્જવલા યોજના છે પરંતુ ઉજ્જવલા યોજનામાં બીજો સિલેન્ડર ભરાવી એ તો કેવી રીતે ભરાવીએ ગૌરવ વલ્લભે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની ગહલોત સરકાર ગેસ સિલેન્ડર ૫૦૦થી ઓછી કીમતમાં આપી રહી છે અમારી માંગ છે કે રસોઈ ગેસની કીંમત દેશભરમાં ૫૦૦ રૂપિયાથી ઓછી કરવામાં આવે જો આ કીમત ૫૦૦ રૂપિયાથી વધુ થાય તો આ જીડીપી વૃધ્ધિ માટે યોગ્ય રહેશે નહીં જ્યારે એ પુછવા પર કે જો ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ જીતે અને તેમની સરકાર બનશે તો શું ઘરેલુ રસોઈ ગેસ સિલેન્ડરની કીમત ૫૦૦ રૂપિયાથી ઓછી કરવામાં આવશે તો ગૌરવ વલ્લભે કહ્યું કે જ્યારે અમે રાજસ્થાનમાં આમ કરી શકીએ છીએ તો દેશમાં આમ કેમ ન કરી શકીએ.તેમણે કહ્યું કે અમે પ્રણ લઇએ છીએ કે ૨૦૨૪માં જાે અમારી સરકાર બનશે તો ઘરેલુ ગેસ સિલેન્ડરની કીંમત ૫૦૦ રૂપિયાથી વધુ હશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590