Latest News

આહવાના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માણતા ડાંગના દરબારીઓ

Proud Tapi 05 Mar, 2023 11:17 PM ડાંગ

ડાંગના ભાતીગળ લોકમેળામા રંગ ઉપવન ના તખ્તે આયોજિત પાંચ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંજના સમયે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થઇ રહ્યા છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ
સાથે ડાંગના દરબારીઓ મેળાની સાથે કાર્યક્રમનો પણ આનંદ લઇ રહ્યા છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબારના પ્રથમ દિવસથી જ આહવા રંગઉપવન પર સાંજના સમયે વિવિધ જિલ્લાના આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ડાંગ દરબાર ની સાથે શૈક્ષણિક સંમેલન પણ આ વર્ષથી ચાલુ કરવામા આવ્યા છે ત્યારે સાંજના 7 થી 8 ના સમયે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાળા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવે છે. જે બાદ અન્ય રાજ્યો તેમજ જિલ્લા અને સ્થાનિક કક્ષાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવી રહ્યા છે.

ડાંગ જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેનાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવી રહ્યા છે.રાસ, ગરબા, મરાઠી નુત્ય, નાટ્ય કૃતિઓ, દેશભક્તિ ગીતો તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ઠાકરે નૃત્ય, ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવેલા કલાકારો દ્વારા ચકરી નૃત્ય, કાલી નૃત્ય, સોન્ગી મુખોટા, રાઠવા નૃત્ય, કિન્નર નૃત્ય, સીધી ધમાલ નૃત્ય, મેજીક શો વગેરે ક્રાયક્રમો ની રમઝટ ડાંગના દરબારીઓ માણી રહ્યા છે.
આહવા ડાંગ વહીવટી તંત્ર દ્વારા યોજાઇ રહેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી  વી.ડી.દેશમુખ, પ્રાથમિક શિક્ષણાધિકારી નરેદ્રભાઇ ઠાકરે, મામલતદારો  સહિત અન્ય પ્રશાસનિક અધિકારીઓ, અને વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post