ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધ ની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ,અને EMRIGHSદ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમમહિલા હેલ્પલાઈન”શરુ કરવામાં આવી હતી.ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા ૦૮ વર્ષમાં ૧૮૧ અભયમ ટીમે તાપી જિલ્લાની 13869 મહિલાનો ઘર સંસાર સવાર્યો જ્યારે 3937 જેટલી મહિલાનું સ્થળ પર જ સમાધાન કરાવી સંસારીક જીવન બચાવ્યું છે.
રાજ્યની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી”પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુ વાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા:૦૫/૦૩/૨૦૨૩ નાં રોજ માન,મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. આમ, સમગ્ર દેશમાં ગુજરાતની આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે,જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.
માત્ર ૦૮ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૧,૭૬,૧૦૨ થીવધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુ વાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૩૭,૯૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૪૯,૩૩૫ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૭૧,૮૭૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારનાકિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.
આ પ્રસંગે જશવંત પ્રજાપતિ ચીફ ઓપરેટિંગ ઓફીસર,ઇએમઆરઆઇ,જણાવેલ કે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખૂબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળો માં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતમાં મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમમહિલા હેલ્પલાઇન ટીમ ની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત એ શ્રેષ્ઠ વ્યવસ્થા સાથેનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590