ડાંગના પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સુબીર તાલુકાના ખાંભલા (નિશાળ ફળિયું) ગામેથી એક ૧૯ વર્ષિય યુવતિ ગુમ થવા પામી છે.
ગત તા. ૨૩/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૯ થી ૧૧:૪૫ કલાક દરમિયાન ગુમ થયેલી આ યુવતિની ઊંચાઈ ૫×૨, પાતળો બાંધો, ઘઉં વર્ણ, વાળનો રંગ કાળો, આંખોનો રંગ કાળો, ચહેરો લંબગોળ છે. તેણીના જમણા હાથની ક્લાઈના ભાગે અંગ્રેજીમાં m ત્રોફાવેલ છે. ગુમ થઈ તે વેળા આ યુવતીએ લાલ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો.તે ગુજરાતી અને ડાંગી ભાષા બોલે છે. મનીષા શૈલેષભાઈ ચૌધરી નામની આ યુવતિ ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ સુબીર પોલીસ સ્ટેશનમાં તા. ૪/૭/૨૦૨૩ ના રોજ નોંધવામાં આવેલ છે. જો કોઈ વ્યક્તિને ઉક્ત વર્ણન વાળી આ યુવતિની ભાળ કે પત્તો મળે તો ડાંગ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નં – ૦૨૬૩૧ – ૨૨૦૬૫૮/૨૨૦૨૩૨ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590