વાલી વારસો, પરિચિતોને આહવા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અનુરોધ
ડાંગના પોલિસઅધિક્ષક રવિરાજસિંહજી જાડેજા તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, જિલ્લાના જામનવિહિર ગામના જંગલમાં આવેલ બિલમાળ નામના સ્થળેથી એક અજાણ્યા પુરુષની લાશ મળવા પામી છે. આશરે ૩૭ વર્ષની વયના મરણ પામનાર મધ્યમ બાંધાના આ પુરુષની ઊંચાઈ ૪×૫ છે તથા શ્યામ વર્ણ ધરાવે છે. આ ઇસમે બ્લુ કલરનું ટી શર્ટ તથા તેના ઉપર પીળા રંગનો શર્ટ,અને કાળા રંગનું પેન્ટ પહેરેલ હતું.તેના જમણા હાથના કાંડા ઉપર તલનું નિશાન છે.આવા વર્ણનવાળા પુરુષના વાલી/વારસો કે તેના પરિચિતો કે તેના ઓળખતા કોઈ પણ વ્યક્તિને તેના વિસ્તારમાંથી આવી વ્યક્તિ ગુમ થયાની જાણકારી મળે તો, તાત્કાલિક આહવાના પોલીસ કંટ્રોલ રૂમ.૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલિસ સ્ટેશનનો ૦૨૬૩૧-૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590