Latest News

આહવા ખાતે તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ યોજાઇ

Proud Tapi 08 Jul, 2023 05:29 PM ગુજરાત

ડાંગ જિલ્લામા COTPA- 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણના કેસોના અનુસંધાને મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ યોજાઈ ગઈ.જેમાં કામગીરીની સમીક્ષા કરતા નાયબ પોલીસ અધિક્ષક  એસ.જી. પાટીલે, ડાંગ જિલ્લામા CATPA- 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણ માટે સંબધિત અધિકારી/કર્મચારીઓને કાયદાનુ ચુસ્તપણે પાલન કરવા માટે સુચન કર્યુ હતુ. ઇ.ચા. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.દિલીપ શર્મા દ્વ્રારા તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના અમલી કાયદા વિશે માહિતી આપવામા આવી હતી. તેમજ તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમના ભંગ બદલ થતો દંડ અને સજા અંગેની ચર્ચા કરવામા આવી હતી.

આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુ ગામિત,જિલ્લા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.બાલિયા, રીડર પોલીસ ઇન્સપેક્ટર કે.જી.ચૌધરી, જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ. શ્રી એમ.જી. દોડીયા, પી.એસ.આઇ સર્વશ્રી કે.જે.નિરંજન, એ.એચ.પટેલ, કે.કે. ચૌધરી, પી.બી.ચૌધરી, એલ.એમ.ચૌધરી તેમજ આરોગ્ય વિભાગના શ્રીમતી રસીલા સી.ચૌધરી (NTCPSW) ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો,ગત તા. 18 મે, 2003ના રોજ પસાર કર્યો, અને 1 લી મે, 2004થી અમલમા આવ્યો. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ–2003 COTPA–2003 તરીકે ઓળખાય છે. જેમા કલમ-4 જાહેર સ્થળે ધુમ્રપાન કરવા અંગે પ્રતિબંધ, કલમ-5 સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, કલમ–6 (અ) સગીર વયની વ્યક્તિને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના નિયત વિસ્તારોમાં વેચાણ કરવા પર પ્રતિબંધ, કલમ–7, 8 અને 9 નિદિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનુ વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post