ભારત-પાકિસ્તાન સરહદ પર ભીષણ ગરમીને કારણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક અધિકારી અને એક જવાનનું મોત થયું છે. બીએસએફ તરફથી મળેલી માહિતી મુજબ હરામી નાળા પાસે આ સમયે ભારે ગરમી છે. આ ઉનાળામાં BSF અધિકારી અને જવાન પેટ્રોલિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
BSF અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટનામાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને એક ચીફ કોન્સ્ટેબલના જીવ ગયા છે. હીટસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનને કારણે બંનેના મોત થયા હતા. ઝીરો લાઇન પર પેટ્રોલિંગ કરતી વખતે બંને પડી ગયા હતા. જમીન પર પડ્યા બાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
નોંધનીય છે કે મે મહિનામાં પણ જેસલમેરમાં ગરમીના કારણે એક જવાનનું મોત થયું હતું. તે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બીએસએફ કોન્સ્ટેબલ અજય કુમાર 173મી બટાલિયનના સૈનિક હતા. ગરમીના કારણે ભાનુ ચોકીમાં ફરજ બજાવતા તેમનું પણ મોત થયું હતું. તે સમયે તાપમાન 50 ડિગ્રી હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590