Latest News

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ,જાણો

Proud Tapi 18 Nov, 2024 07:40 AM ગુજરાત

ગુજરાતના પોરબંદરમાં શનિવારે ઝડપાયેલા 2 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, આ ડ્રગ્સ પાકિસ્તાનની ISIના ઇશારે ભારતમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યુ હતુ. તપાસ અધિકારીઓએ આ શંકા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, આ કન્સાઈનમેન્ટ પાછળ પાકિસ્તાનમાં હાજર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા હાજી સલીમનો હાથ હોઈ શકે છે.

મળતી માહિતી મુજબ હાજી સલીમ દાઉદ ઈબ્રાહિમ અને ISI માટે કામ કરે છે. આ પહેલા પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે. હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઈન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે અને તે પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરનેશનલ ડ્રગ્સનો કારોબાર કરે છે. હાજી સલીમ એનસીબી અને ઘણા દેશોની તપાસ એજન્સીઓના રડાર પર છે. તેનું હજારો કરોડનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.

700 કિગ્રા ડ્રગ્સ થયુ હતુ જપ્ત 
શનિવારે ગુજરાત ATS અને NCBએ પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ ઈરાની બૉટમાંથી લાવવામાં આવતું હતું અને IMBLના રડાર પર આવ્યા બાદ ડ્રગ્સ કબજે કરવામાં સફળતા મળી હતી. અગાઉ માર્ચમાં ગુજરાત ATSની ટીમે એક ઓપરેશનમાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. ટીમે તેમની પાસેથી ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતના પોરબંદર નજીક 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ટીમે તેમની પાસેથી 450 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ અને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા.

કોણ છે હાજી સલીમ - 
મળતી માહિતી મુજબ હાજી સલીમ દાઉદ ઈબ્રાહિમ અને ISI માટે કામ કરે છે. આ પહેલા પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે. હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઈન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે અને તે પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરનેશનલ ડ્રગ્સનો કારોબાર કરે છે. હાજી સલીમ એનસીબી અને ઘણા દેશોની તપાસ એજન્સીઓના રડાર પર છે. તેનું હજારો કરોડનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post