વ્યારા-ઉનાઇ રોડ પર ધાટ ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર આનંદભાઈ ગામીત ને ટક્કર મારી દેતા આનંદભાઈ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ડોલવણ તાલુકાના ગડત ગામે રહેતા આનંદભાઈ અભેસિંગભાઈ ગામિત (ઉ.૨૭) જે ગત ૭ એપ્રિલના રોજ પોતાના મોટા ભાઈ અનિલભાઈના સસરા કમલેશભાઇ ગામીતના નામ પર લીધેલ પેશન મોટર સાઇકલ નંબર જીજે ૨૬ બી ૭૬૪૮ પર બેસી પોતાના પરિવારને લેવા માટે ગડત ગામ થી સોનગઢના ગુનખડી ગામે આશરે રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સમયે જતાં હતા તે દરમિયાન વ્યારા-ઉનાઇ રોડ પર ધાટ ગામ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે વાહન હંકારી બાઇક પર સવાર આનંદભાઈ ગામીત ને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં આનંદ ગામીતને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ ડાબા પગના ભાગે અને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા આનંદભાઈ ગામીતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ અંગે અનિલભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590