આવાસ યોજના અધિકારીઓ અને વચેટિયાઓના નામ ટુંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે..
(મહેશ પાડવી:નિઝર ) નિઝર તાલુકાના ગામડાઓમાં આવાસ યોજનાના લાભાર્થી પાસેથી રૂ.2000 થી લઈ રૂ.3000 સુધી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. ગરીબ પરિવારો પોતાનું કાચું મકાન પાકું બનાવી શકે તે માટે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા ગરીબ પરિવારોને લાભ આપતી હોય છે,ત્યારે નિઝર તાલુકા પંચાયતમાં બેઠેલા આવાસ યોજના ના અધિકારીઓના વચેટિયાઓ દ્વારા લાભાર્થીઓના ઘર સુધી પૈસા લેવા જતા હોવાની વિગતો સામે આવી છે.
નિઝર તાલુકાના એક ગામના જાગૃત નાગરિક દ્વારા પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે,ગામના સરપંચ દ્વારા એક જ પરિવારના બે સભ્યોને આવાસનો લાભ આપવામાં આવી રહ્યો છે,તેમજ હાલ લાભાર્થીઓના ખાતાના આવાસ યોજના નો પ્રથમ ચેક જમા થઈ જતાં આવાસ યોજના અધિકારી ના કેટલાક વચેટિયાઓ દ્વારા લાભાર્થીઓને ઘરે જઈને રૂ.2000 થી લઈ રૂ.3000 સુધીની રકમ લાભાર્થી પાસેથી ઉઘરાવવામાં આવી રહી છે.જો બે હજાર રૂપિયા ન આપવામાં આવે તો બીજો હપ્તાનો ચેક જમા કરવામાં આવશે નહીં તેમજ કહી પૈસા ઉઘરાણી કરાઇ રહી છે.
ગત દિવસોમાં તાપી જિલ્લા કલેકટર દ્વારા નિઝર તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ટીડીઓને ખાસ કરીને આવાસ યોજનાના ચેક જેમ બને તેમ લાભાર્થીઓને વહેલી તકે આપવામાં આવે તેવું જણાવ્યું હતું.નિઝર તાલુકો તાપી જિલ્લાનો છેવાડાનો તાલુકો હોવાથી જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા છેવાડાના ગામોમાં ધ્યાન આપવામાં આવતું નથી.જેથી તાલુકાના જવાબદાર અધિકારીઓને મોજ પડી જતી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590