જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ સી. આર. મોદીના માર્ગદર્શનમાં ડીંડોલીની વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટો પર શ્રમિકો માટે ચાલી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સાથે એમના હકો વિશે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં પી.એલ.વી. દીપક જાયસવાલ દ્વારા શ્રમિકોના હકો, અધિકારો અને ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, માં કાર્ડ, આભા કાર્ડ જેવી સ્વાસ્થ્ય યોજનાઓનો લાભ મેળવવા અંગેની ઉપયોગી માહિતી આપી હતી.
આકસ્મિક સમયે યાદ રહે એ માટે સૌ લોકોને જરૂરી માહિતીના પેમ્પ્લેટ પણ વિતરણ કરાયા હતા. વધુમાં શ્રમિકોને દર અઠવાડિયે ૨ દિવસ આરોગ્ય વિભાગની મેડિકલ વાન બાંધકામ સાઈટ પર આવતી હોવાથી સ્વાસ્થ્યની ચકાસણી કરાવી શકે છે. કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા અને દસ્તાવેજો ગામના હોય તો પોતાના ગામમાં બનાવવાની પ્રક્રિયાની માહિતી તેમણે આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590