વાલોડ ખાતે એક હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે બજાવતા વિજયભાઈ ડી. ચૌધરી દ્વારા 10 થી 11 જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી છેડતી કરવામાં આવી રહી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ લંપટ શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીનીઓ અને વર્ગખંડમાં નોટબુકમાં લેશન ચેક કરવાના બહાને વિધ્યાર્થીનીઓના નજીક આવી લેશન ચેક કરવા માટે નોટબુકના પેજ ફેરવવાનું કહી શિક્ષક હાથને સ્પર્ષ કરતો હતો.તેમજ આ લંપટ શિક્ષક વિજય ચૌધરી જાણી જોઈને કોઈપણ વસ્તુ પેન ડસ્ટર વગેરે નીચે ફેંકીને વિધ્યાર્થીનીઓને તે વસ્તુ ઉચકવા જણાવી વિધ્યાર્થીનીઓના છાતીના ભાગે ગંદી નજરથી જોતો હતો. તેમજ સીડી - પગથીયા ઉપર આવતા જતા રસ્તામાં સામેથી આવી રસ્તો રોકવાનો પ્રયાસ કરી વિધ્યાર્થીનીઓના શરીરને સ્પર્ષ કરી સગીર વયની વિધ્યાર્થીનીઓની જાતીય સતામણી કરવામાં આવતી હતી.
ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા વાલીઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓના રોષની લાગણી જોવા મળી રહી છે.ત્યારે વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિજય ચૌધરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 તથા પોક્સો એક્ટ 2012 ની કલમ 11 અને 12 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590