ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય એવી પરિસ્થિતિ હાલમાં લાગી રહી છે. અમદાવાદ અને અન્ય સ્થળો બાદ ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરીની ઘટનાઓ બાદ હવે સુરતમાંથી વધુ એકવાર ડ્રગ્સની લે-વેચ સામે આવી છે.
પોલીસે આજે સુરતમાંથી એક ડ્રગ્સ પેડલર ને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.માહિતી પ્રમાણે સુરતમાંથી રાંદેર પોલીસે મોટી કાર્યવાહી કરતાં એક ડ્રગ્સ પેડલર ને ઝડપી પાડ્યો છે. પોલીસે સુરતમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થાને પકડી પાડ્યો છે.આ કાર્યવાહીમાં M.D ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે,પોલીસ દોઢ લાખનું 14 ગ્રામ જેટલુ ડ્રગ્સ પણ કબજે કર્યું છે.પોલીસે આ મામલામાં ફરહાન નામના ડ્રગ્સ પેડલરની અટકાયત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590