દીપ સિક્યુરિટી એજન્સીમાં 06 વ્યક્તિઓને નોકરી આપી અલગ અલગ જગ્યાએ ડ્યુટી આપી હતી
તાપી જિલ્લાના વ્યારા ખાતે કોઈ પણ જાતના લાયસન્સ મેળવ્યા વગર 06 ગાર્ડને નોકરીએ રાખનાર સિક્યુરિટી એજન્સીના સંચાલક પરપ્રાંતિય ઈસમ સામે એસઓજીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજીની ટીમ તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાં સિક્યુરિટી ચલાવતા લાયસન્સ ધારકોના લાયસન્સ ચકાસણીમાં ફરી રહી હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે,ધર્મેન્દરસિંહ હકીમસિંહ સેંગર ઉ.વ-૪૫ હાલ રહે- તાડકુવા, રીધમ હોસ્પીટલની બાજુમા તા.વ્યારા જી.તાપી મુળ રહે- જમાલીપુર,પોસ્ટ-દૌલતપુર, જી.જાલૌર (ઉત્તરપ્રદેશ)ના આઇરિશ પ્લાઝા એપારમેન્ટ ખાતે સિક્યુરિટી ગાર્ડ રાખી દીપ સિક્યુરિટી એજન્સી નામની સિક્યુરિટી એજન્સી ચલાવે છે.
જેના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા દીપ સિક્યુરિટી એજન્સીના બોગસ સિક્કાઓ,લેટરપેડ,આઈ કાર્ડ, સિક્યુરિટી યુનિ,અને બેનરો મળી આવ્યા હતા. ધર્મેન્દરસિંહ હકીમસિંહ સેંગરે દીપ સિક્યુરિટી એજન્સીમાં 06 કર્મચારીઓ રાખી અલગ અલગ સ્થળો તેઓને ડ્યુટી સોંપી હતી. જેમાં એક પણ ગાર્ડ પાસેથી તેની માહિતી અને ચારિત્ર્ય અંગે વેરીફિકેશન ન મેળવ્યા બદલ સંચાલક સામે ખાનગી સલામતી એજન્સી નિયંત્રણ ધારા મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ સિવાય અન્ય કેટલા એજન્સીના સંચાલકો લાયસન્સ વગર ધંધો કરતા છે તેની પણ તપાસ હાથ ધરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590