ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગાઢવી-જામલાપાડા ગામમા નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. નિહાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં સ્થાનિક વિસ્તારના 90થી વધુ દર્દીઓની સારવાર કરી, તેઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામા આવ્યુ હતુ. જામલાપાડા ખાતે યોજાયેલ આયુર્વેદિક કેમ્પમા નિહાર ચેરીટેબલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડો.મુકેશભાઈ પટેલ દ્વારા કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામાં આવી હતી. સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી. આરોગ્ય કેમ્પ મા શરદી, ખાંસી, કફ, સાંધાનો દુખાવો, દાંત ના દર્દીઓ, તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામાં આવ્યા હતા. અત્યાર સુધી એક હજારથી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે.
આયુર્વેદિક કેમ્પમા ડો. પિયુષભાઇ મકવાણા, વિપુલભાઈ ઠાકોર દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્થાનિક આગેવાનો આદિવાસી સેવા ટ્રસ્ટ જામલાપાડાના સભ્ય અમર ગાવિત, અશ્વિનભાઇ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590