જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને રાજપીપળા વિભાગ પેન્શનર્સ મંડળ તથા રાજપીપળા નગરના સિનિયર સિટીઝન મંડળ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વહાબ શેખ, નર્મદા : ગુજરાત સરકારના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા આજે તા. ૧૯મી જૂન,૨૦૨૩ના રોજ "વિશ્વ સિકલસેલ દિવસ''ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને રાજપીપળા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપળા નગરના સિનિયર સિટીઝન મંડળ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતે વિનામૂલ્યે આરોગ્ય શિબિર યોજાઇ હતી.
રાજપીપળા ખાતે યોજાયેલ શિબિર માં હૃદયરોગ તથા ડાયાબિટીસ, હાડકાના રોગો, આંખ-કાન-ગળાના રોગો, સાંભળવાના અને બોલવાના રોગો, સ્ત્રીરોગ, દાંતના રોગો તેમજ સિકલસેલ રોગના દર્દીઓ, લેબોરેટરી ટેસ્ટ કરીને નિષ્ણાંત અનુભવી તબીબો દ્વારા મફત તપાસ કરી રોગનું નિદાન થકી સારવાર - દવાઓ આપવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો.
જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક ના પ્રયત્નો થકી અર્બન હેલ્થ સેન્ટર સહ પોલિક્લિનિક ખાતે સિકલસેલ રિસોર્સ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. વધુમાં જીલ્લાના તમામ પ્રા.આ. કેન્દ્ર/સા.આ.કેન્દ્ર, એસ. ડી. એચ તેમજ ખાનગી હોસ્પિટલો ખાતે નવજાત સિકલસેલ પરિક્ષણ માટે તાલીમ આપી ટેસ્ટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવનાર છે. હાલમાં HPLC ટેસ્ટ જે ફક્ત સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતો, તે હવેથી રાજપીપલાના અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.આજે યોજાયેલી શિબિરમાં રાજપીપળા વિભાગ પેન્શનર્સ મંડળ અને રાજપીપળા નગર સિનિયર સિટીઝન મંડળ ના પ્રમુખ તથા મંડળના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590