બસ ડ્રાઇવર દ્વારા બસ ન્યુટલ ગેરમા રાખીને ઉતરી જતા આકસ્માત સર્જાયો
ગત તારીખ 28 ઓક્ટોબરની સાંજે રાજપીપળા એસટી ડેપોમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં બોડેલી ડેપોની સુરતથી બોડેલી તરફ જતી એસટી બસ નં. જી.જે.18 ઝેડ.1041 ડેપોના પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ઉભી હતી
જે અચાનક ગબડવા માંડતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા' અને ચાલક વગર જાતે ચાલવા માંડેલી એસટી બસે ડેપોના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક એકટીવા નં. જી.જે.22.ક્યુ.0855 ને અડફેટે લઈ કચડી નાખી હતી જ્યારે ડેપોની આગળની દીવાલ સાથે બસ અથડાતા દીવાલ પણ તોડી નાખી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, ડ્રાઇવર દ્વારા બસ ન્યુટલ ગેરમા રાખીને ઉતરી જતા આકસ્માત સર્જાયો હતો.
મળેલી જાણકારી મુજબ એકટીવા રાજપીપળાના શીખ સમાજના વ્યક્તિની છે જે પોતાના સંબંધીને લેવા માટે આવ્યા હતા, અને આ અકસ્માતના મામલે એકટીવા માલિકે નુકશાન બાબતે વળતર માંગતા ડેપો સંચાલકો દ્વારા તેમની સાથે ઉદ્ધત વર્તન કરી ડેપોમાં અંદર એકટીવા નિયમ વિરૂદ્ધ પાર્ક કરાયો હોવાની દલીલો કરી હતી. અને જે સાચી પણ છે, કે, ડેપોના કમ્પાઉન્ડમાં ખાનગી વાહનો પાર્ક કરી શકાય નહીં, જે લોકો પોતાના વાહનો ખોટી જગ્યાએ પાર્ક કરે છે, અને જે રોજિંદા અપડાઉન કરતા લોકો પોતાના વાહનો પાર્ક કરીને જાય છે એના માટે સંચાલકોની કોઈ જવાબદારી નથી.પણ, ન્યુટ્રલ ગેરમા મુસાફરો ભરેલી બસ મૂકીને ઉતરી ગયેલા બસ ચાલકનો આમાં કેટલો વાંક...? અને જો એક્ટિવાના બદલે કોઈ મુસાફર કે વ્યક્તિ કચડાઈ ગયો હોત તો...? કયો નિયમ લાગુ પડતો...? એ જાણવા માટે ડેપો મેનેજરનો એક પત્રકારે ફોન દ્વારા સંપર્ક કર્યો પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી, ત્યારે અકસ્માત કરનાર બસના ચાલક સામે એક્ટિવા માલિક ફરિયાદ આપવા પોલીસ મથકે માટે દોડી ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590