દારૂ ભરેલી ગાડી મૂકી ફરાર થયેલા ચાલુક સામે ગુનો નોંધાયો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા માંથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 1.82 લાખના વિદેશી દારૂ ભરેલી ટાટા સફારી ગાડી ઝડપી લીધી હતી જ્યારે ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની 806 બોટલો કબ્જે લઈ આ બનાવ અંગે પોલીસે ફરાર ગાડી ચાલક વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડેડીયાપાડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.પંડ્યાને વિદેશી દારૂની ભરેલી ગાડી ડેડીયાપાડાના નવાગામ રોડ ઉપરથી પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો સાથે દેડિયાપાડાના નવાગામ રોડ ઉપર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી, જેમાં રાત ના 11: 30 વાગ્યાના સુમારે સામેથી આવી રહેલી ટાટા કંપનીની સફારી ગાડી નં. જીજે, 06, આર.યુ., 9834 ના ચાલક પોલીસને જોઈ ગાડી રોડ નીચે ઉતારી દરવાજો ખોલી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો,
જ્યાં પોલીસે ગાડીની તલાસી લેતાં અંદરથી વિદેશી દારૂની 806 બોટલો મળી આવી હતી, પોલીસે 1.82 લાખનો વિદેશી દારૂ અને ટાટા સફારી ગાડી મળી 21.82 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ગાડી ચાલક સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590