Latest News

નર્સિગમાં અભ્યાસ કરતી યુવતી મિત્ર સાથે નવસારીની હોટેલમાં ગઇ હતી, બાદ મૃત અવસ્થામાં મળી, જાણો શું છે મામલો

Proud Tapi 24 Sep, 2024 12:39 PM ગુજરાત

નવસારીમાં સુરતની યુવતીનો મૃતદેહ મળતાં ચકચારી મચી ગઇ છે. યુવતી મૃત હાલતમાં નવસારીની હોટેલમાં મળી આવતા પરિવાર સ્તબ્ધ છે

સુરતની વતની યુવતીનો નવસારીના હોટેલના રૂમમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. નર્સિગમાં અભ્યાસ સુરતની યુવતી તેમના મિત્ર ભાર્ગવ સાથે ઓયો હોટેલ ગઇ હતી. બાદ તેજ હોટેલના રૂમમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર ઘટનાની હોટેલના માલિકને જાણ થતાં આખરે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ માટે યુવતીનો મૃતદેહ હોસ્ટિલ મોકલાવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઇને પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યો દીકરીના રહસ્યમ મોતથી સ્તબ્ધ છે. સમગ્ર ઘટનાને લઇને અનેક અટકળો સેવાઇ રહી છે. 

ભાર્ગવ મિત્ર યુવતીને છોડીને જતો રહ્યો હોવાથી શંકાની સોઇ મિત્ર ભાર્ગવ તરફ પણ જઇ રહી છે. પરિવારના સભ્યોમાં ભાઇ અને તેમના પિતા સાથે વાત કરતાં તેમણે પણ યુવતીની હત્યા થઇ હોય તેવી શંકા વ્યક્ત કરી છે. સમગ્ર ઘટનાને લઇને સૌથી પ્રથમ એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે,. આખરે બંને હોટેલના રૂમમાં કેમ ગયા હતા.ભાર્ગવ અને યુવતી વચ્ચે શું સબંધ હતો અને બંને વચ્ચે એવું તે શું બન્યું કે,યુવતીએ જિંદગી ગુમાવવાનો વારો આવ્યો. 

યુવતીના મોત પર સસ્પેન્શ યથાવત.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીના પિતા અને ભાઇએ  સમગ્ર મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. સમગ્ર ઘટનાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. આખરે આ યુવતી તેમના મિત્ર સાથે ક્યાાં કારણોસર ઓયો હોટેલના રૂમમાં ગઇ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા પણ થઇ રહી છે. બંને વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ સર્જયો હતો અને યુવક યુવતીને હોટેલમાં છોડીને જતો રહ્યો હોય અને યુવતીએ સુસાઇડ કરી હોય અથવા તો યુવકે જ યુવતીનું મર્ડર કરીને ત્યાંથી નાસી ગયો હોય આ રીતે પોલીસ હાલ દરેક દિશામાં તપાસ કરી રહી છે. .યુવતીના કહેવાતા મિત્ર ભાર્ગવની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવી શકે છે. યુવતીના પીએમ રિપોર્ટ બાદ પણ કેટલીક સત્યતા બહાર આવી શકે છે. હાલ પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી  છે 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post