માહે સપ્ટેમ્બર માસની દેશ આખામાં પોષણ માસ તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે, આઈ.સી.ડી.એસ.ના મુખ્ય હેતુ એવા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના સંદર્ભે તાજેતરમાં આહવા તાલુકાના અતિ કુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજાયો હતો. આરોગ્ય અને પોષણના અતિ મહત્વના ઇન્ડિકેટરને ધ્યાને લઇ, આઈ. સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત-ડાંગ, અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-આહવા ના સંયુક્ત ઉપક્રમે, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આહવાતાલુકાના અતિ કુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જેમાં કુલ ૩૭ કુપોષિત, અને ૧૮ અતિકુપોષિત બાળકો મળી કુલ ૫૫ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય તપાસની સાથે સાથે આ બાળકોને સુવર્ણપ્રાશન ટીપા પણ પિવડાવામાં આવ્યા હતા.
બાળકોને બાલ અમૃત રસાયણ, અને અન્ય જરૂરી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. મિલન દશોંદી દ્વારા બાળકોની તપાસ સાથે, બાળકોના વાલીઓને આરોગ્ય-પોષણ શિક્ષણ, THR-ટેક હોમ રાશનના પેકેટ્સ ના ફાયદા, અને ડાંગના સ્થાનિક પોષ્ટિક ખાધ પદાર્થ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમયાંતર બાળકોનું ફરી ચેકઅપ કરી નિયમિત ફોલોઅપ લઇ, વધુમાં વધુ બાળકોના પોષણ સ્તરમાં અપગ્રેડેશન થાય તેવા સઘન પ્રયત્ન કરવા જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા જણાવાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, આયુર્વેદિક મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો, અને તેમના વાલીઓ સહિત બંને શાખાના સહ કર્મચારીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરી, સહિયારા પ્રયાસ થકી કુપોષણ મુક્ત ગુજરાત તરફ એક ડગલું આગળ વધારી, આહવા સેજાના કુપોષિત બાળકોને વિશેષ લાભ આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590