વાંસદા તાલુકાના સિણધઈ ગામના રાજમલા ફળિયામાં મોડી રાત્રે રહેણાંક ઘર આ આંગણે રાત્રિ દરમિયાન દીપડો ફરતો દેખાતા ફફડાટ ફેલાયો છે. રાજમલામાં મુસા ભાઈ માંકડાના ઘર આંગણે લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગતરોજ આંગણે રાત્રે ૧૦-૩૦ના સુમારે શિકારની શોધ ઘર આંગણે આવી પહોંચેલ કદાવર દીપડો નજરે ચઢ્યો હતો,ગામમાં દીપડાની હાજરીની વાત માલુમ પડતા ગ્રામજનો ભયભીત બન્યા છે ત્યારે ખેતરો બાદ હવે દીપડા રહેણાંક ઘરો નજીક હવે દીપડો આંટાફેરા કરતો નજરે ચઢ્યો છે આમ રાજમલા ફળિયામા લાંબા સમયથી દીપડા તથા તેના પરિવારની હાજરી જોવા મળી રહી છે ત્યારે લોકો વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવુ ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590