Latest News

મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Proud Tapi 16 Apr, 2023 11:10 AM ગુજરાત

આદિવાસી સમાજની સેવા કરવાનો લાહ્વો મળ્યો છે તે ખુબ જ મોટી બાબત છે.- કુંવરજી હળપતિ

આદિજાતિ વિકાસ,ગ્રામ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને તથા જિ.પં.પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહન કોંકણી, તાપી જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ,  જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ,પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં મંત્રી કુંવરજી હળપતિ એ પાણી સંબંધિત સમસ્યા અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,વિવિધ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે તમામ ગામોમાં સર્વે કરાવી પાણીની સમસ્યા ઉભી ન થાય તેની તકેદારી રાખવી એમ જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે સૌ અધિકારીઓને આદિવાસી સમાજની સેવા કરવાનો લ્હાવો મળ્યો છે તે ખુબ જ મોટી બાબત છે એમ જણાવી સૌને સંવેદનશીલ બની કામગીરી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા. આ સાથે ઉનાળા દરમિયાન ખેડૂતોને વિજપુરવઠો,ઘાટા થી કલમકુઇ સુધીના રસ્તા ઉપર બનાવેલ બમ્પરોને ઢાળવાળા બનાવવા, તથા કમોસમી વરસાદમાં આંબાવાડી, ભિંડા સહિત અન્ય શાકભાજી અને બાગાયતી ખેતી માં થયેલ નુકશાની અંગે સર્વે કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.
 
જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ દ્વારા બેઠકમાં મંત્રી એ રજુ કરેલા સુચનોને ધ્યાન પુર્વક અને ચોક્કસાઈ થી કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ એ પાણીની સમસ્યા સબંધે ગામવાર વિગર રજુ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
 
બેઠકમાં જિ.પં.પ્રમુખ સુરજ વસાવા તથા ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા પ્રજા દ્વારા મળતા વિવિધ પ્રશ્નો અંગે જાણકારી આપી તેનો ઉકેલ અને નિકાલ આવે તે માટે રજૂઆત કરી હતી.અંતે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી.આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થતા એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે તે અંગે સૌને જાણકારી આપી હતી.
 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post