તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી બોરડે તાપી જિલ્લામાંથી બહાર જિલ્લામાં કામકાજ અર્થે સ્થળાંતરિ થતા લાભાર્થીઓના e-KYC બાકી હોય તો આવા પરિવારો જ્યારે વતન પરત ફરે તેવા સમય ગાળામાં આવા તમામ લાભાર્થીઓના eKYC કરાવવાની કામગીરી કરવા માર્ગદર્શન આપી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
આ ઉપરાંત ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, તેમજ આધાર ડિસેબલ કાર્ડધારકોના eKYC, સાયલંટ રેશનકાર્ડ અને વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં, પુરવઠા અધિકારી નેહા સવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા તથા જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590