ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રશ્ન બાબતે જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ પરસ્પર સંકલન અને સહયોગ સાથે, પ્રથમ પ્રભારી મંત્રી કક્ષાએ ધ્યાન દોરે તે આવશ્યક છે તેમ જણાવતા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ એ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સને ૨૦૨૩/૨૪નીન્યુ ગુજરાત પેટર્ન યોજનાની રૂ.૯૪૫.૨૪ની સંભવિત જોગવાઈ સામે,રૂ.૧૧૪૯.૪૪ના ખર્ચે હાથ ધરાનારા ૨૬૫ કામોના કુલ આયોજનને મંજૂરીની મહોર મારતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુવરજી હળપતિએ,સને ૨૦૨૧/૨૨ અને ૨૦૨૨/૨૩ ના મંજૂર થયેલા કામો પૈકી, શરૂ ન થઈ શકેલા કે પ્રગતિ હેઠળના કામોની ભૌતિક અને નાણાંકીય સિદ્ધિ ની સમીક્ષા પણ હાથ ધરી હતી. તેમણે ગત બેઠકની કાર્યવાહી નોંધ ને પણ આ વેળા બહાલી આપી હતી. આગામી દિવાળી પહેલા જ નવા મંજુર થયેલા કામો પૂર્ણ કરી પ્રજા અર્પણ કરવાની હિમાયત કરતા પ્રભારી મંત્રીએ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખૂબ જ ઉદારભાવ રાખી,ડાંગ જેવા વિશિસ્ટ ભૌગૌલિક પરિસ્થિતિ ધરાવતા જિલ્લાના ખેડૂતો માટે, બોર સાથે સોલાર ની સુવિધા આપવાની તત્પરતા દર્શાવી છે,ત્યારે ખેડૂતો ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને તેવા રાજ્ય સરકારના ઉદ્દેશને ધ્યાને લઈને, આયોજન/ફેર દરખાસ્ત કરવાની પણ સૂચના આપી હતી.
અમલીકરણ અધિકારીઓને કોઈ પણ યોજના કે લાભાર્થીઓનું ડુપ્લિકેશન ન થાય તેની તકેદારી દાખવવાની સૂચના આપતા મંત્રીએ, સૌ અધિકારીઓ/પદાધિકારીઓ બિન વિવાદાસ્પદ રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી. વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કે શુભારંભ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓની સૂચક હાજરી જરૂરી છે તેમ જણાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે, વિકાસ કામોમાં અવરોધ સર્જતા સ્થાનિક પ્રશ્નો, પદાધિકારીઓ નું ધ્યાન દોરવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીતે પણ,સ્થાનિક પ્રશ્નો જિલ્લાના પદાધિકારીઓ સાથે પરામર્શ કરવાથી ઘણા પ્રશ્નોનું નિરાકરણ મળી શકે, તેવો મત વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પદાધિકારીઓએ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો રી સર્વે કરવાની પણ હિમાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590