જુલાઇ મહિનામા એચ.એસ.સી/ એસ.એસ.સી.ની પૂરક પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા વધે, વિધ્યાર્થીઓને તેમની મહેનતનો પૂરતો ન્યાય મળી રહે તે માટે પરીક્ષાઓ સારી રીતે યોજાય, વિધ્યાર્થીઓ વિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે પરીક્ષા આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર મહેશ પટેલના
અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યો હાજર રહ્યા હતા.
આ બેઠકમા જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ઉભી કરવા જિલ્લા કક્ષાનુ વ્યવસ્થા તંત્ર ઉભુ કરવુ, અસામાજિક તત્વો પરીક્ષા તંત્રમા વિધ્નરૂપ ન બને તેની દેખરેખ રાખવી, તેમજ પરીક્ષા તંત્રમા રોકાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે અંગેની ચર્ચા કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590