મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને અનુલક્ષીને તેમને શ્રધાંજલી આપવા માટે સમગ્ર ભારતમા સ્વચ્છતા માટેના જન આંદોલનનુ આહવાન કરવામા આવેલ છે. આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામા આવે છે. 2 ઓક્ટોબરથી શરૂ થયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમા સ્વચ્છતામા ઝુંબેશ હાથ ધરવા માટે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ બેઠકમા તા. 15-10-2023 થી 16-12-2023 દરમ્યાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમા સ્વચ્છતા ઝુંબેશના આયોજન બાબતે ચર્ચા કરવામા આવી હતી. આગામી દિવસોમા ગ્રામ્ય તથા શહેરી વિસ્તાના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મ્યુઝિયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ધોરી માર્ગો વિગેરીની સાફ સફાઇ કરવામા આવશે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામા યોજાયેલ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, અધિક નિવાસી કલેક્ટર એસ.બી.તબિયાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590