સોનગઢ ખાતે મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સહિત એકને પોલીસે ઝડપી પાડ્યો, તેમજ 52 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી , 3 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
સોનગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સોનગઢના મચ્છી ફળિયા પાસેથી મોટર સાયકલ પર દારૂનો જથ્થો લઈ જવામાં આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે સોનગઢના મચ્છી ફળિયામાં મેઇન રોડ પર વોચ ગોઠવી હતી.ત્યારે પ્રગ્નેશભાઇ અનિલભાઇ ગામીત (ઉ.વ.૨૬ રહે.ગુનખડી, માજી સરપંચ ફળીયુ તા.સોનગઢ જી.તાપી) TVS કંપનીની જ્યુબીટર મોટરસાયકલ નં.GJ-26-AF-0803 પર સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેને રોકીને તપાસ કરતા, પાસ-પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બાટલી નંગ- 100 જેની કિ.રૂ.7500/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જે બાદ પોલીસે પ્રગ્નેશ ગામીતની ધરપકડ કરી હતી.જોકે મોટરસાયકલની પાછળની સીટ ઉપર બેઠેલ સંદીપ ઉર્ફે ખુટો (રહે-જામખડી તા.સોનગઢ જી.તાપી)નાસી છૂટયો હતો.
પોલીસે દારૂનો જથ્થો કુલ કિંમત 7500/- તથા મોબાઈલ કિંમત 5000/- અને મોટરસાયકલ કિંમત 40,000 એમ મળી કુલ કિંમત 52,500/ - નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મોટરસાયકલની પાછળની સીટ ઉપર બેઠેલ (1)સંદીપ ઉર્ફે ખુટો (રહે-જામખડી તા.સોનગઢ જી.તાપી),દારૂનો જથ્થો ભરી આપનાર કાકા વાઇન શોપ માં કામ કરતો (2)કાળીયો ઉર્ફે સ્વપ્નીલ , દારૂનો જથ્થો મંગાવનાર ડોલવણ તાલુકાના ગડત ગામના (3)જયદિપભાઇ ગામીત એમ 3 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી,વોન્ટેડ આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590