ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 સરકારી હસ્તક જતા તાપી જિલ્લામાં સમસ્ત ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 માં ફરજ બજાવતા જુના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોવાથી,ગત સોમવારના રોજ તાપી કલેક્ટર ને લેખિત રજૂઆત કરી સીધી ભરતી કરવા રજૂઆત કરાઇ હતી. લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ,તાપી જિલ્લામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 માં ઘણા વર્ષોથી તેઓએ સેવા આપી છે.1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તાપીના કર્મચારીઓ છેલ્લા 7 ( સાત )વર્ષમાં દિવસ - રાત અને તહેવારો માં પણ બાળકોના આવતા કેસમાં કામ કરેલ છે.ફરજ દરમ્યાન અમોએ અમારા વિસ્તારમાં ખુબ જ કાળજીપૂર્વક સંવેદનાથી ફરજ બજાવેલ છે, ફરજ દરમ્યાન અમે અમારી ફરજ ના ભાગ તરીકે નિયમો અનુસાર વિવિધ શુભકારી સેવા આજ્ઞાનુસાર પૂર્ણ ફરજના પૂજન તરીકે પૂર્ણ કરેલ છે. 1098 હેલ્પ લાઇન સરકારી હસ્તક જતાં અમને ફરજ માંથી છુટા કરેલ છે. ફરજ મુક્ત કરતા અમે હાલમાં આર્થિક આવક વિના નિર્ધન વ્યક્તિ તરીકે જીવન વ્યતીત કરી રહ્યા છીએ. અમારા પરિવારમાં અન્ય કોઈ આવક ન હોવાથી હાલમાં અમારી સ્થિતિ આવક વિના ખુબ જ હીન બની છે.જેથી નવીન સરકારી હસ્તક થયેલ ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 માં જુના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.અનુભવી કર્મચારીઓની માંગ મુદ્દે હવે આગામી સમયમાં શું નિર્ણય આવે તેના પર સૌની નજર રહેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , તાપી જિલ્લાના તાલુકાઓ મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલા હોવાથી ભૂતકાળમાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના બાળકો આ વિસ્તારમાંથી મળી આવેલ છે.જેથી તાપી જિલ્લામાં 1098 ચાઈલ્ડ હેલ્પલાઈન માં નવી ભરતી કરવી ખૂબ જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590