સાપુતારા ખાતે હનુમાનજી મંદિરના લોકાર્પણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી આગેવાન છોટુ વસાવા અને મહેશ વસાવા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા જેને લઈને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લા કલેકટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના એક લોકાર્પણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધમેન્દ્ર ભવાની હાજર રહ્યા હતા.ત્યારે કાર્યક્રમમાં સીધે- સીધો આક્ષેપ આદીવાસી મસીહા અને નેતા ઝધડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.તેમજ ધર્મેન્દ્ર ભવાની એ બંને આદીવાસી મસીહા અને નેતાને પ્રાણી ગણાવ્યા હતા.તેમજ આદીવાસી સમાજના નાગરીકોને એટલે કે, જે છોટુભાઇ વસાવાના સર્મથકો છે તેને ગીધ નું ટોળુ કહ્યુ હતુ.જેને લઈને આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળ્યો છે.ત્યારે સમગ્ર મામલાને લઈને એટ્રોસીટી સહિતની કલમો લગાવીને પોલીસ ફરિયાદ થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી તાપી જિલ્લા BTTS દ્વારા રાજયપાલ ને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590