Latest News

વિદેશ અભ્યાસ અને વિદેશમાં રોજગાર બાબતે“ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઈન્ફોર્મેશન” માટે સેમિનાર યોજાયો

Proud Tapi 19 Dec, 2023 11:53 AM તાપી

સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,વ્યારા-તાપી અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઈન્ફોર્મેશન સેન્ટર,વડોદરાના સંયુક્ત ઉપક્રમે સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ બનાવવા,વિદેશ અભ્યાસ,અને વિદેશમાં નોકરીની તકો વિશે માર્ગદર્શન આપવા માટે ઓવરસીઝ સેમીનાર યોજાયો હતો.જેમાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
        
આ પ્રસંગે સેમિનારના પ્રમુખ વક્તા નિશાંત જોષીએ ઓવર્સિસ કાઉન્સીલર દ્વારા “સેફ એન્ડ લિગલ માઈગ્રેશન”બાબતે વિસ્તૃત માર્ગદર્શન સાથે પાસપોર્ટ બનાવવા, વિદેશમાં રહેલ અભ્યસક્રમો,અને વિદેશમાં નોકરીની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
       
સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના આચાર્ય ડૉ.રાજેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઉજવળ કારકિર્દી માટે વિવિધ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરીના કરીયર કાઉન્સીલર વિનોદ મરાઠે અને વિરલ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post