આગામી ગુજરાત લોકસભા સામાન્ય ચૂટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત જુદા જુદા પ્રકારની જનજાગૃતિની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે "ચુનાવ પાઠશાળા" અંતર્ગત 172 નિઝર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઉચ્છલ તાલુકાના 156 નારણપુર-5 ખાતે જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને મહિલા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે અંગેનો કાર્યક્રમ પ્રાથમિક શાળા નારણપુર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી વર્કર, આશા વર્કર, સખીમંડળના બહેનો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી , બી.આર.સી, બીએલઓ, સુપરવાઇઝર, હાજર રહી વોટર સિગ્નેચર કેમ્પેન યોજી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અંગે પ્રતિજ્ઞા તથા સહપરિવાર મતદાન અંગેનો સંકલ્પ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590