વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તાજેતરમાં વઘઇના કૃષિ કેન્દ્રમાં બાળ લગ્ન અને બાળમજૂરીના પરિણામો અંગે જનજાગૃતિ શિબિર આયોજિત કરાઈ હતી. આ શિબિરમાં વઘઇ તાલુકાના બેતાલીસ ગામોના આંગણવાડી વર્કરોને જાગૃત કરવા માટે વિસ્તૃત તાલીમ સાથે સમજ પૂરી પાડવામાં આવી હતી.
દરમિયાન એડવોકેટ રમેશભાઈ રાઉત દ્વારા POCSO ACT તથા બાળલગ્નો અને બાળમજૂરી વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રો.હર્ષદ પ્રજાપતિ દ્વારા આંગણવાડી વર્કર બહેનો,બાળકોને પોસ્ટિક આહાર મળી રહે તે માટે કિચન ગાર્ડન ની માહિતી આપી હતી. વર્લ્ડ વિઝન ઇન્ડિયાના મેનેજર દ્વારા પણ પૂરક સમજૂતી આપવામાં આવી હતી. શિબિરમાં ICDS ના સુપરવાઈઝર ચંદ્રિકાબેન, મીનાબેન, અને અશ્વિનીબેન હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590